મંગળવાર, 22 જાન્યુઆરી, 2019
માતા-પિતા માટે માર્ગદર્શિકા
“a child is reflection of his parents”
“બાળક એ તેના માતા પિતાનું પ્રતિબિંબ છે.”
“બાળક એ તેના માતા પિતાનું પ્રતિબિંબ છે.”
ઉપરોક્ત વાત અનુસાર દરેક માતા પિતાએ પોતાના બાળક માટે પૂરતી લાગણી, હૂંફ અને સમય આપવો જરૂરી છે. જ્યાં સુધી બાળક પોતાનું ધ્યેય પ્રાપ્ત ન કરે ત્યાં સુધી દિવા દાંડીની જેમ તેના માર્ગદર્શક બની ડગલે ને પગલે તેને સહયોગ, પ્રેરણા અને પ્રોત્સાહન સાથે હકારાત્મક વાતાવરણ પૂરું પડવું તે દરેક વાલીની ફરજ છે.
બાળકોમાં શિસ્ત અને નિયમિતતા જેવા ગુણો કેળવાય તે હેતુસર શાળા સાથે સહકાર સાધીને શાળાની દરેક પ્રવૃત્તિઓમાં રસ દાખવવો જેમ કે નિયમિત ગણવેશ પહેરાવવો , શાળામાં થતું શૈક્ષણિક કાર્ય અને અન્ય પ્રવૃત્તિ પ્રત્યે સજાગ રેહવું.બાળકોની શાળાની દૈનિક ડાયરી નિયમિત તપાસવી અને તેમાં શિક્ષકોએ નોંધેલ સૂચનો અને અભિપ્રાયો પર પૂરતું ધ્યાન આપવું.
બાળકના વિકાસ માટે નાનામાં નાની બાબતોનું પણ ધ્યાન રાખવું એ દરેક વાલીનું કર્તવ્ય છે. પોતાના રહેણાંક અને ટેલિફોન નંબરમાં થતી ફેરબદલની શાળાને જાણ કરવી.જયારે પણ શાળા આપને રૂબરૂ હાજર રહેવા જણાવે ત્યારે અચૂક સમયસર શાળામાં હાજર રહી બાળકોની ખૂબી ખામી જાણી તેની પ્રગતિ માટે ભાવિ રૂપરેખા બનાવવી જોઈયે.
આચાર્યશ્રી પાસેથી લેખિત પરવાનગી વિના શાળા કલાકો દરમિયાન રજાની મંજૂરી આપવામાં આવશે નહિ.
રવિવાર, 13 જાન્યુઆરી, 2019
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)