કોરોનાની વિકટ પરિસ્થિતિ દરમ્યાન સરકારશ્રી અને શિક્ષણવિભાગના વખતો વખતના માર્ગદર્શન અને સુચનાઓ મુજબ શ્રી હોડકો પ્રાથમિક ગ્રુપ શાળા દ્વારા નીચેમુજબની કામગીરી કરવામાં આવેલ અને આ વિકટ પરિસ્થિતિમાં પણ બન્ની-પચ્છમ જેવા અંતર્યાળ વિસ્તારના બાળકોના શિક્ષણ, આરોગ્ય અને પોષણ અંગેનું ધ્યાન રાખવા માનનિય તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને BRCશ્રી-ભુજના માર્ગદર્શન હેઠળ હોડકો પ્રાથમિક ગ્રુપ શાળાના SMC સદસ્યો, CRCશ્રી તેમજ સમસ્ત શાળા સ્ટાફ પરિવારનો સતત પ્રયત્ન રહ્યો છે અને આ સમયગાળા દરમ્યાન શાળા દ્વારા હાથ ધરેલ પ્રવૃતિઓની આપ સૌની સમક્ષ રજુ કરવાનો એક પ્રયત્ન કરી રહ્યા છીએ.
એકમ કસોટી બુકલેટ વિતરણ.
એકમ કસોટી પ્રશ્નપત્રો વિતરણ અને માર્ગદર્શન.
હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત શિક્ષકો દ્વારા વિદ્યાર્થી /વાલી સંપર્ક અને માર્ગદર્શન.
સ્વચ્છતા જાગ્રુતિ કાર્યક્રમ.
મધ્યાહન ભોજન યોજના ફૂડ સિક્યુરિટી અંતર્ગત વિદ્યાર્થીઓને અનાજ વિતરણ અને ફૂડ સિક્યુરિટિ અલાઉન્સ ચુકવણું.
સ્વતંત્રતા પર્વની ઉજવણી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો