બુધવાર, 9 મે, 2018

શાળા એ વિદ્યાનું મંદિર છે. જ્યાં શિક્ષણ,સંસ્કાર અને સભ્યતાનું સિંચન થાય છે.વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરે અને વ્યક્તિના જીવનમાં  જરૂરી એવા જીવન કૌશલ્યો,વલણો વગેરેનો વિકાસ થાય તે પ્રકારનું શિક્ષણ આજે અનિવાર્ય બની ચૂક્યું છે.આ લક્ષ્ય પ્રાપ્તિ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.
                          શાળાના કર્તવ્ય પરાયણ શિક્ષકો દ્વારા ગુણવત્તા યુક્ત શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ,ઈતર પ્રવૃત્તિઓ,ઉત્સવ ઉજવણી તેમજ રમત-ગમતના કાર્યક્રમો કરવામાં આવે છે. બાળકોને માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નથી અપાતું પરંતુ બાળકોનો સર્વોગી વિકાસ થાય તે હેતુને ધ્યાનમાં રાખીને સાચા માનવીનું નિર્માણ કરવા માટે તેને પ્રેમ અને સહાનુભૂતિથી વિવિધ પ્રવૃત્તિઓ-પ્રયુક્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.

સોમવાર, 7 મે, 2018

પ્રજ્ઞા અભિગમ અંતર્ગત - સપ્તરંગી પ્રવૃતિઓ

 


















શાળામાં હોળીના તહેવારની ઉમંગભેર ઉજવણીની ઝલક



હોળીના તહેવારની ઉજવણીનું આયોજન શાળામાં કરવામાં આવ્યું જેમાં શાળા સૌ બાળાકોએ ઉમંગભેર વિવિધ રંગોથી હોળીના તહેવારની ઉજવણી કરી તેની એક ઝલક આપ નીચેના ફોટાઓમાં નીહાળી શકો છો.






શાળાના નાના ભુલકાઓ દ્વારા માટીકામની પ્રવૃતિ

શ્રીહોડકો પં.પ્રા શાળામાં શાળાના બાળકોમાં રહેલ સુસુપ્ત શક્તિઓને જાગ્રત કરવા તથા તેમની સર્જન શક્તિને વિકસાવવા માટે માટીકામ પ્રવૃતિનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેની એક 
           ઝલક નીચેના ફોટોમાં આપ નીહાળી શકો છો.









રવિવાર, 6 મે, 2018

શુભેચ્છા કાર્યક્રમ

ધોરણ -૮ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા તથા ઇનામ વિતરણ કાર્યક્રમ


શ્રી હોડકો પં.પ્રા.શાળામાં વર્ષ દરમ્યાનની વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લીધેલ તથા તેમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ તથા ધોરણ -૮ ના વિદ્યાર્થીઓનું વિદાય સમારંભ પણ યોજાયો હતો જે આપ નીચેના ફોટાઓમાં નીહાળી શકો છો.















શુક્રવાર, 4 મે, 2018

વેબ બ્લોગનું નિર્માણ કાર્ય ચાલુ હોવાથી ટૅકનિકલ ક્ષતિ બદલ ક્ષમા કરશો.