શુક્રવાર, 26 જુલાઈ, 2019

કાર્ગિલવિજય દિવસ / ચંદ્રયાન-2: ચંદ્રમા પર ભારતનું બીજું મિશન


આજનું બુલેટિન બોર્ડ
૨૬-જુલાઇ-૨૦૧૯

બુલેટિન બોર્ડ-૧ 
તૈયાર કરનાર શિક્ષક શ્રી જીજ્ઞેશભાઇ ચૌધરી.




  •   કારગિલ વિજય દિવસ


આજે 20મો કારગિલ વિજય દિવસ: દ્રાસમાં થનારા સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સામેલ થશે

કારગિલ યુદ્ધની જીતનો 20મો વિજય દિવસ આજે મનાવવામાં આવી રહ્યો છે. કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને જબરદસ્ત પછડાટ આપીને વિજય મેળવવાની ખુશીમાં દર વર્ષે 26મી જુલાઈ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દ્રાસમાં આ અંગેની ઉજવણીની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ત્રણેય સેનાઓના પ્રમુખ અહીં થનારા કાર્યક્રમમાં ભાગ લેશે. દિલ્હીથી મોકલવામાં આવેલી મશાલ દ્રાસ પહોંચશે. 26 જુલાઈ 1999ના રોજ ભારતે પાકિસ્તાનને કારગિલની પહાડીઓ પરથી ખદેડીને તિરંગો લહેરાવ્યો હતો.


બુલેટિન બોર્ડ-૨

તૈયાર કરનાર શિક્ષક શ્રી જીતેન્દ્રભાઇ રાઠવા.


ચંદ્રયાન-2: ચંદ્રમા પર ભારતનું બીજું મિશન

આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં આવેલા શ્રીહરિકોટાસ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરમાંથી 15 જુલાઈ, સોમવારે વહેલી સવારે 2.51 વાગ્યે જીએસએલવી રોકેટ દ્વારા ‘ચંદ્રયાન-2’ને અવકાશમાં મોકલવામાં આવનાર હતું. હવે એ મિશન નવી તારીખે પાર પાડવામાં આવશે. 2008માં ભારતે ચંદ્રમાની ધરતીના સંશોધન માટે તેની પર ‘ચંદ્રયાન-1’ મોકલ્યું હતું. હવે એના 10 વર્ષ બાદ ભારત ચંદ્ર પર પાછું ફરવા માટે સજ્જ થયું છે. આ વખતે ભારતનું યાન ‘ચંદ્રયાન-2’ ચંદ્રની એ સપાટી પર ઉતરશે જ્યાં ખૂબ હોવાની અને કાતિલ ઠંડી હોવાની ધારણા છે, એટલે કે દક્ષિણી ધ્રુવ.

ચંદ્રમા પર ‘ચંદ્રયાન-2’ જ્યાં લેન્ડ કરવાનું છે તે સ્થળ પર પ્રાચીન ખડકો હોવાની ધારણા છે. ‘ચંદ્રયાન-2’ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર લગભગ બે મહિનામાં પૂરું કરશે. તે ચંદ્રની ધરતી પર ઉતરશે અને છ-પૈડાંવાળા રોવરને ત્યાં તહેનાત કરશે.

‘ચંદ્રયાન-2’ને બાહુબલી નામથી જાણીતા એવા શક્તિશાળી રોકેટ GSLV-MK3 દ્વારા ચંદ્ર પર રવાના કરવામાં આવશે.

આ મિશન દ્વારા ભારત દેશ દુનિયાના દેશોને અવકાશવિજ્ઞાન અને અવકાશ સંશોધન ક્ષેત્રમાં પોતાની શક્તિ, સામર્થ્ય અને આવડતનો પરચો બતાવી દેશે.

‘ચંદ્રયાન-2’ ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં ઉતરશે. એ જગ્યાએ દુનિયાનો એકેય દેશ હજી સુધી પહોંચી શક્યો નથી, ત્યાં ભારત પહોંચશે. એ જગ્યાએથી ચંદ્રની ધરતી વિશે માનવજાતના સમજ અને જ્ઞાનને સુધારવામાં મદદરૂપ થવાનો ભારતનો ઉદ્દેશ્ય રહેશે. એને પગલે ચંદ્ર પર કંઈક નવી શોધ કરી શકાશે જેનો લાભ ભારત ઉપરાંત સમગ્ર વિશ્વના માનવજીવનને મળશે.

‘ચંદ્રયાન-2’ ત્રણ તબક્કામાં બનાવવામાં આવ્યું છે. આ યાનનું સમગ્ર વજન 3,850 કિલોગ્રામ છે. આ યાનમાં ઓર્બિટર, લેન્ડર અને રોવર સામેલ છે.

ચંદ્રયાન-2 સાથેનું રોકેટ GSLV-MK III સતીષ ધવન સેન્ટર ખાતેથી અવકાશ ભણી રવાના થયા બાદ લગભગ 16 મિનિટ બાદ ચંદ્રયાન-2ને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરી દેશે.

ભારતનું ચંદ્રયાન-1 મિશન સફળ રહ્યું હતું. એના 11 વર્ષ બાદ ઈસરો સંસ્થા હવે રૂ. 978 કરોડના ખર્ચે બનાવેલા ‘ચંદ્રયાન-2’ને મોકલશે. આ યાન સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત છે. એને ચંદ્રમા પર પહોંચતા 54 દિવસ લાગશે. ‘ચંદ્રયાન-2’ને અવકાશમાં મોકલવા માટેનું કાઉન્ટડાઉન રવિવારે સવારે 6.51 મિનિટે શરૂ કરવામાં આવ્યું હતું.

ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત ચોથો દેશ બનશે
‘ચંદ્રયાન-2’ને ઈસરો સંસ્થાના અત્યાર સુધીના સૌથી જટિલ અને સૌથી પ્રતિષ્ઠિત મિશન તરીકે ગણવામાં આવે છે. ચંદ્ર પર લેન્ડિંગ કરવામાં અમેરિકા પહેલો દેશ બન્યો હતો, પરંતુ ચંદ્રની દક્ષિણી બાજુએ સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બનશે.

‘ચંદ્રયાન-2’ની સફળતા સાથે જ ભારત ચંદ્રની ધરતી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર દુનિયાનો માત્ર ચોથો જ દેશ બનશે. અન્ય ત્રણ દેશ છે – રશિયા, અમેરિકા અને ચીન.
ઈસરોના ચેરમેન કે. સિવને ‘ચંદ્રયાન-2’ની સફળતા માટે શનિવારે તિરુમાલા સ્થિત તિરુપતિ મંદિરમાં જઈને ભગવાન વેંકટેશ્વરનાં દર્શન કર્યા હતા અને એમના આશીર્વાદ માગ્યા હતા.

સોફ્ટ લેન્ડિંગ બહુ જટિલ હોય છે

ભારતના અવકાશ સંશોધન કાર્યક્રમમાં ‘ચંદ્રયાન-2’ મિશન સૌથી મોટી છલાંગ સમાન છે, કારણ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ લેન્ડિંગ આ પહેલાં કોઈ પણ દેશે કર્યું નથી. ભારત પહેલો દેશ બનશે. સોફ્ટ લેન્ડિંગ અત્યંત જટિલ હોય છે અને એ વખતે આશરે 15 મિનિટનો સમય ખૂબ જોખમી રહે છે.
ભારતે 2008માં ચંદ્રયાન-1 મિશન સાથે ચંદ્ર ગ્રહ પર સંશોધનનો શુભારંભ કર્યો હતો. અવકાશ સંશોધન ક્ષેત્રમાં ભારતની એ પહેલી મોટી છલાંગ હતી. ચંદ્રયાન-1 યાને ચંદ્રમાનું પરિભ્રમણ કર્યું હતું અને ચંદ્રની ધરતી પર અને તેની નીચે પાણી હોવાનો પુરાવો ઈસરો સંસ્થા ખાતે બીમ્ડ કર્યો હતો. ચંદ્રયાન-1ની તે શોધે ખગોળવિજ્ઞાનની ઉત્સૂક્તાને નવું જીવન મળ્યું હતું.
ચંદ્રયાન-1 બે વર્ષના મિશન પર હતું, પરંતુ ચંદ્ર પર ઉતર્યાના 10 મહિના બાદ એ અચાનક શાંત પડી ગયું હતું. એ સાથે જ તે દ્વારા ચંદ્રની ધરતી પરના સંશોધનકાર્યનો અંત આવી ગયો હતો. ઈસરોના તે વખતના ચેરમેન જી. માધવન નાયરે ત્યારે એવો દાવો કર્યો હતો કે મિશન 95 ટકા સફળ રહ્યું છે, બાદમાં સંસ્થાએ સફળતાની ટકાવારી વધારીને 110 કરી હતી.

શ્રી હોડકો પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ તેમજ વૃક્ષોના વિતરણ કાર્યક્રમ




તૈયાર કરનાર શિક્ષિકા શ્રીમતિ રીનાબેન એમ ભોયે.






આજ રોજ તારીખ ૨૬-જુલાઇ-૨૦૧૯ નારોજ  શ્રી હોડકો પંચાયતિ પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ તેમજ SMC તેમજ ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓને વૃક્ષવિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમ અંતર્ગત સૌપ્રથમ શાળાના પ્રિન્સિપલ શ્રીમતિ રોનકબેન આઇ પટેલ દ્વારા સપરંચશ્રી તેમજ ઉપસ્થિત SMC અને ગ્રામજનું અભિવાદન કરવામાં આવ્યું ત્યારબાદ આચાર્યશ્રી દ્વારા સરપંચશ્રીને તુલસીના રોપાની ભેટ અર્પણ કરી હતી.

ઉપસ્થિત સરપંચરી તેમજ SMC અને ગ્રામજનોના હસ્તે દરેક બાળાકને એક-એક વૃક્ષ ભેટ તરીકે વિતરણ કરવામાં આવ્યું અને તેના ઉછેર અને જવાબદારી વિશેની સમજ આપવામાં આવી હતી દરેક બાળાકોએ ખુશી ખુશી વૃક્ષો સ્વીકાર્યા અને તેના જતન અને સંવર્ધનની તૈયારી પણ બતાવી હતી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો અને શાળાના બાળકો અને સ્ટફગણના હસ્તે વૃક્ષારોપણ શાળા સંકુલમાં કરવામાં આવ્યું હતું.

ઉપસ્થિત ગ્રામજનો તથા SMCના દરેક સભ્યોને પણ ગામમાં તથા ઘર આસપાસની ખુલ્લી જગ્યાઓ પર વૃક્ષારોપણ  હેતું વૃક્ષોની  ભેટ  આપવામાં આવી  અંતે આચાર્યશ્રી દ્વારા સૌ ઉપસ્થિત મહેમાનોનો આભાર પ્રગટ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.


કાર્યક્રમ અંતર્ગતની પ્રવૃતિઓની એક ઝલક ફોટોગ્રાફ દ્વારા અત્રેથી આપની સમક્ષ રજુ કરીએ છીએ.નીચે આપેલ લિંક પર ક્લિક કરો.







મંગળવાર, 23 જુલાઈ, 2019

પ્રબુદ્ધ કચ્છની ટિમ દ્વારા શ્રી હોડકો પ્રાથમિક શાળાની મુલાકાત





 પ્રબુદ્ધ કચ્છની ટિમ દ્વારા શ્રી હોડકો પ્રાથમિક શાળાની મુલાકાત.


 પ્રબુદ્ધ કચ્છની ટિમ દ્વારા શ્રી હોડકો પ્રાથમિક શાળાની મુલાકાત.




                                      પ્રબુદ્ધ કચ્છની ટિમ દ્વારા શ્રી હોડકો પ્રાથમિક શાળાની મુલાકાત તારીખ -૨૩/૦૭/૨૦૧૯ના રોજ કરવામાં આવી અનુપભાઇ અને ઝીલભાઇની ટિમ દ્વારા શાળાના સંકુલની સુવિધાઓનું  ઝિણવટભર્યું  મુલ્યાંકન  કરવામાં  આવ્યું  તેમજ ખુટતી સુવિધાઓની પુર્તતા માટેના સહીયારા પ્રયાસો  માટે  કટ્ટીબદ્ધતા બતાવી  હતી. ઉપરાંત પધારેલી  ટિમ દ્વારા  શાળાના બાળાકો સાથે  પ્રશ્નોતરીનું આયોજન  કરવામાં આવ્યું જેમાં બાળાકો દ્વારા સંતોષકારક પ્રતિઉતર પ્રાપ્ત થયા હતા. શાળાના શિક્ષકો સાથે પણ શાળામાં ચાલતી પ્રવૃતિઓ વિશે વાતચીત કરવામાં આવી હતી. શાળામાં મુલાકાતે આવેલ સમગ્ર પ્રબુદ્ધ-કચ્છ ટિમનો અત્રેથી સમગ્ર શાળા પરિવાર વતી આભાર પ્રગટ કરું છું      

               સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ટિમ સાથે રહી શાળાના શિક્ષિકા શ્રીમતિ રીનાબેન ભોયે, શ્રી નરેન્દ્રભાઇ ચૌહાણ, શ્રી જીજ્ઞેશભાઇ ચૌધરીએ ટિમને શાળા બાબતનું માર્ગદર્શન પુરું પાડ્યું હતું


શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ




 શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ


                        શ્રી  હોડકો પંચાયતી પ્રાથમિક શાળામાં આજ રોજ ગોરેવલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની S.H-R.B.SK ની ટિમ દ્વારા શાળામાં અભ્યાસ કરતા ધોરણ-૧ થી ૮ ના બાળકોના આરોગ્યની તપાસણીનો કાર્યક્રમ  રાખવામાં  આવ્યો  આ  તપાસણી  ડૉ.પવન સાહેબ તથા તેમના સાથે ઉપસ્થિત ફાર્માસિસ્ટ કૌશિકભાઇ સુથાર સાહેબ  દ્વારા દવાઓનું વિતરણ કરી  શાળાના બાળકોની  આરોગ્ય તપાસણી કરવામાં આવી અને તેમની બિમારીને અનુરૂપ નિદાન કરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું. સાથે સાથે શાળાના સ્ટફના શિક્ષક મિત્રોની  પણ  આરોગ્ય  તપાસણી  કરવામાં  આવી હતી. ડૉ.પવન સાહેબ તથા તેમની સમગ્ર ટિમનો આ આરોગ્ય તપાસણી કાર્યક્રમ શાળાકક્ષાએ યોજવા બદલ ખૂબ ખૂબ આભાર.

      અત્રે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગતની પ્રવૃતિઓની ક્ષણો ફોટોગ્રાફ સ્વરુપે રજુ કરીએ છીએ વધુ વિગતો માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો


 શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ



સોમવાર, 15 જુલાઈ, 2019

ગુરૂ પૂર્ણિમા વિશેષ


શ્રી હોડકો સમસ્ત શાળા પરિવારની 

આપ સૌને ગુરૂ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ વંદન


અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. દિવસે ગુરૂની પૂજાનું ખાસ મહત્વ છે. આપણા દેશમાં તહેવાર ખૂબ શ્રધ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે વિદ્યાર્થી ગુરૂના આશ્રમમાં નિ:શુલ્ક શિક્ષા મેળવતા હતાં, ત્યારે દિવસેશિષ્ શ્રધ્ધાભાવથી પ્રેરિત થઈને પોતાના ગુરૂનુ પૂજન કરીને તેમને શક્તિ મુજબ દક્ષિણા આપીને ધન્ય-ધન્ય થઈ જતો હતો. આમ તો ધણાં ગુરૂ થયા છે, પરંતુ વ્યાસ ઋષિ, જે ચારો વેદોના પ્રથમ વ્યાખ્યાતા હતા તેમની આજના દિવસે પૂજા થાય છે. વેદોનું જ્ઞાન આપનારા વ્યાસજી છે, તેથી તે આદિગુરૂ કહેવાય છે. અને માટેજ ગુરૂપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. તેમની યાદને તાજી રાખવા માટે આપણે પોત-પોતાના ગુરૂઓને વ્યાસજીનાં અંશ માની તેમની ભક્તિથી પૂજા-અર્ચના કરવી જોઈએ.




દિવસે ફક્ત ગુરૂ (શિક્ષક) નહી, પરંતુ માતા-પિતા, મોટા ભાઈ-બહેન વગેરેની પણ પૂજા કરવાનું કહેવાયુ છે.
દિવસે વસ્ત્ર, ફળ, ફૂલ અને માળા અર્પણ કરીને ગુરૂને પ્રસન્ન કરી તેમના આશીર્વાદ મેળવવા જોઈએ. કારણકે ગુરૂનો આશીર્વાદ વિદ્યાર્થીને માટે કલ્યાણકારી અને જ્ઞાનવર્ધક હોય છે. વ્યાસજી દ્વારા રચિત ગ્રંથોનું અધ્યયન અને મનન કરીને તેમના ઉપદેશોનું પાલન કરવું જોઈએ.
તહેવારને શ્રધ્ધાથી મનાવવો જોઈએ, અંધવિશ્વાસોના આધાર પર નહી

 ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરૂદેવ નમ

ગુરુ પ્રવેશ દ્રાર છે અને એકવાર અંદર ગયા પછી બધુ ગુરૂની દ્રષ્ટિથી જોવામાં આવે છે ગુરૂના સાનિધ્યને માણવું જોઈએ. તેમને સંસારનો અંશ બનાવો. કારણકે એકવાર ગુરૂને સંસારનો અંશ બનાવ્યા પછી આપણામાં બધી પ્રિય અપ્રિય ભાવનાઓ જાગે છે. આપણે ગુરૂ સાથે ભાવનાત્મક રૂપથી જોડાઈ જઈએ છીએ. 'તેમણે આવુ કહ્યું' અને 'તેમને આવું કહ્યુ' , 'પેલો તેમનો વધુ પ્રિય છે, હું નથી' વગેરે.

તમે ગુરૂ હોવા છતાં ગુરૂના સાનિધ્યનો અનુભવ કરી શકો તો તે માટે તમે જવાબદાર છો. કારણકે તમારું મન, તમારી ધારણાઓ અને તમારા અહંકારના કારણે તમે તમારી મહત્વપૂર્ણ વાતો ગુરૂને કહી શકતાં નથી. તમે ફક્ત 'કેમ છો ? , બધુ કેવું ચાલી રહ્યું છે ? આવી નિયમિત વાતો ગુરૂ સાથે કરતાં હોય અને તેમની નિકટતાનો અનુભવ કરી શકો તો તમને ગુરૂની જરૂર શુ છે ?
એવા કેટલાય શિષ્યોના ઉદાહરણો છે, જે પોતાના ગુરૂની સેવામાં બધું સમર્પિત કરી દેતાં હતા.
મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામ પોતાના શિક્ષાગુરૂ વિશ્વામિત્રની પાસે બહુ સંયમ, વિનય અને વિવેકથી રહેતા હતા.
આરુણિને ગુરૂની કૃપાથી બધા વેદ, શાસ્ત્ર, પુરાણ વગેરે વાંચ્યા વગર આવડી ગયા હતા. જે વિદ્યા ગુરૂની સેવા અને કૃપાથી આવડે છે તે વિદ્યા સફળ થાય છે.
એકલવ્ય દ્રોણચાર્યને ગુરૂ માની લીધા હતા, જ્યારે દ્રોણચાર્યએ તેમને શિક્ષા આપવાની ના પાડી ત્યારે તેણે તેમની માટીની મૂર્તિ બનાવીને સાચી શ્રધ્ધાથી શિક્ષા ગ્રહણ કરી તો તેઓ ધનુર્વિદ્યામાં નિપુર્ણ થઈ ગયા.
સંત કબીરજીએ રામાનંદજીને ગુરૂ માની લીધા હતા. પણ તેઓ જાણતા હતા કે રામાનંદજી જાણી-જોઈને એક વણકરના છોકરાને તો શિષ્ય નહી બનાવે. માટે કબીરજી એક દિવસ વહેલી સવારે પંચગંગાનાં ઘાટની સીડીયો પર ઉંધી ગયા. રોજની જેમ સ્વામી રામાનંદજી જ્યારે સ્નાન કરવા આવ્યા તો તેમનો પગ સીડી પર નિંદર કરી રહેલા કબીરની છાતી પર પડ્યો, અને તેઓ રામ-રામ બોલી ઉઠ્યા. કબીરજી તેને ગુરૂ મંત્ર માની લીધો અને ભવસાગર તરી ગયા.
આવા તો ધણા ગુરૂભક્તો હતા. જેમણે પોતાના ગુરૂની સેવામાં સાચુ સુખ જાણ્યું અને તેઓ ગુરૂના આશીર્વાદથી અમર થઈ ગયા
ગુરૂ દક્ષિણાસામાન્ય રીતે ગુરૂ દક્ષિણાનો મતલબ ઈનામ ના રુપમાં લેવામાં આવે છે. પરંતુ તેનો અર્થ આનાથી વધુ વ્યાપક છે. સાચી ગુરૂ દક્ષિણા છે કે તમે તમારાં ગુરૂ દ્વારા મેળવેલી વિદ્યા અને જ્ઞાનનો પ્રચાર કરો. અને તેનો સાચો ઉપયોગ કરી, લોકોનું ભલું કરો. ગુરૂદક્ષિણા ગુરૂ પ્રત્યે સમ્માન અને સમર્પણ ભાવ બતાવે છે.
ગુરૂ શિષ્ય પાસેથી ગુરૂ દક્ષિણા લે છે જે શિષ્યની સમ્પૂર્ણતામાં આવી જાય છે અર્થાત જ્યારે શિષ્ય ખુદ ગુરૂ બનવાને લાયક બની જાય છે. ગુરૂનું સંપૂર્ણ જીવન શિષ્યને યોગ્ય બનાવવામાં લાગી જાય છે, આથી જ્યારે શિષ્ય શિક્ષા ગ્રહણ કરીને ઘરે જાય છે તો તેને ગુરૂદક્ષિણા આપવી પડે છે. ગુરૂદક્ષિણાનો મતલબ ફક્ત ધનદૌલત નથી.


સૌજન્યગુજરાતી વેબદુનિયા  ના આભાર સહ.

રવિવાર, 7 જુલાઈ, 2019

પ્રિ-મોનસૂન કામગીરી

        

         શ્રી હોડકો પ્રાથમિક શાળામાં ચોમાસાના આગમન સમયે શાળાનાં મેદાનમાં વૃક્ષારોપણ માટે જરૂરી ફળદ્રુપ માટી તથા શાળાના મુખ્ય દરવાજા અને મેદાનમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય અને બાળકોને શાળામાં આવવા-જવા સરળતા રહે તે હેતું હોડકો ગામના તળાવને ઊંડુ કરવાની થઇ રહેલ કામગીરીમાં ખાણેતર દરમ્યાન નીકળેલ માટી નો ઉપયોગ કર્યો.       

        આ કામગીરીમાં સહયોગ આપવા બદલ ગામના સરપંચ શ્રી બીજલભાઇ, હોડકો SMCના અધ્યક્ષશ્રી અને સર્વે સભ્યોશ્રીવગેરેનો અત્રેથી હોડકો પ્રાથમિક શાળાના સ્ટાફ વતીથી  ખૂબ ખૂબ આભાર પ્રગટ કરૂ છું.     

          ઉપરાંત શ્રી હોડકો પં.પ્રા.શાળાના શિક્ષક મિત્રો શ્રી જીતેન્દ્રભાઇ રાઠવા અને શ્રી નરેન્દ્રભાઇ ચૌહાણ તથા શ્રી જીજ્ઞેશભાઇ ચૌધરી સાહેબનો તેમજ સાડાઇ પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી કનુભાઇ  સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે રવિવારની રજાના દિવસે પણ શાળાની આ કામગીરીમાં ઉત્સાહભેર કિંમતી સમય ફાળવ્યો.





























ગુરુવાર, 4 જુલાઈ, 2019

શાળાના બાળાકો દ્વારા વિજ્ઞાનના સાધનો દ્વારા પ્રયોગો

શાળાના બાળાકો દ્વારા  વિજ્ઞાનના સાધનો દ્વારા પ્રયોગો કરવામાં આવ્યા બાળકોએ સુક્ષ્મદર્શક યંત્ર દ્વારા વિવિધ સ્લાઇડો નિહાળી હતી તે સમયની એક ઝલક વિજ્ઞાનના વિવિધ સાધનો દ્વારા પ્રવૃતિ સભર શિક્ષણ આપવાનો પ્રયાસ કરવા બદલ શિક્ષકશ્રી જીજ્ઞેશભાઇ ચૌધરી સાહેબને અભિનંદન